Gujarat

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

By GS TEAM
6 Mar 20261 min read
TukuTouch Logo
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1943માં જન્મેલા ગોવિંદ પરમાર જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આણંદની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Anand News : આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1943માં જન્મેલા ગોવિંદ પરમાર જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

રાજકીય સફરની વાત કરીએ તો, ગોવિંદ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપેએ તેમના પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદ પરમારેના નિધનથી ઉમરેઠ પંથકમાં શોકની લહેર પ્રસરી છે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવઠા વિભાગની અપીલ