ઉદેપુરમાં વોન્ટેડ ફિલ્મીઢબે થયો ફરાર, આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મીઓને કારથી કચડવાનો પ્રયાસ
Gujarat Police News: બનાસકાંઠા પોલીસની એક ટીમ બાતમીના આધારે વોન્ટેડ આરોપીને પકડવા માટે ઉદેપુર ગઇ હતી. જ્યાં ઉદપુરની ભરબજારમાં ગુજરાત પોલીસ ભાગેડૂ આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આરોપીએ પોલીસકર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને આરોપી વચ્ચે સર્જાયેલી અથડામણના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા પોલીસને બાતમી મળતાં એક ટીમ જાલોરના વોન્ટેડ આરોપી સુરેશ રાજપુરોહિતની ધરપકડ કરવા ઉદેપુર ગઇ હતી. આરોપી ઉદેપુરના શોભાગપુરા સ્થિત વેગાસ-69 ક્લબમાં છે. આરોપી ક્લબની બહાર કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે પોલીસ પર ગાડી ચડાવી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે વોન્ટેડ આરોપી સુરેશ રાજપુરોહિતની ધરપકડ કરવા ઉદયપુર પહોંચી હતી. આરોપીઓ સામે ગુજરાતમાં હવાલા, દાણચોરી અને છેતરપિંડીના કેસો પણ નોંધાયેલા છે.