Get The App

ગાંધીનગરમાં ટાઇફોઈડ વકરતાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગુજરાત સરકારને નોટિસ ફટકારી

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં ટાઇફોઈડ વકરતાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગુજરાત સરકારને નોટિસ ફટકારી 1 - image

Typhoid Outbreak in Gandhinagar: ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે ટાઈફોઈડ વકરતાં ૧૦૦થી વઘુ દર્દી સારવાર હેઠળ છે. એક બાળકનું  શંકાસ્પદ મૃત્યુ પણ થયું છે ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. સાથે સાથે રોગચાળાને કાબૂમાં લેવાં શું પગલાં લીધઆં તેની વિગતો આપવા નિર્દેશ કર્યો છે. 

બે સપ્તાહમાં રિપોર્ટ આપવા આદેશ 

ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળાની સ્થિતી કાબુ હેઠળ છે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે. જો કે, ટાઇફોઇડના કેસોના આંકડો 200ને પાર છે. વર્ષો જૂની પાણીની પાઇપલાઇનમાં દૂષિત પાણી ભળતાં રોગચાળાની સ્થિતી બેકાબુ બની છે. શહેરીજનોને રેઢાં મૂકીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કોર્પોરેટરો ભાવનગર ક્રિકેટ મેચ રમવા દોડ્યા હતાં. જો કે, કોંગ્રેસના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગરવાસીઓએ પણ ટીકા વરસાવતાં ચૂંટાયેલાં જનપ્રતિનિધીઓને પરત ફરવું પડ્યુ હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ

પીવાના પાણીમાં દૂષિત પાણી ભરતાં ટાઇફોઇડના રોગચાળાએ પાટનગરને ભરડામાં લીઘુ છે. હજુ પણ દર્દીઓ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. રોગચાળાને કાબૂમાં લેવા શું શું પગલાં લીધા, હાલ શું સ્થિતિ છે તે તમામ વિગતો સાથે બે સપ્તાહમાં રિપોર્ટ આપવા નિર્દેશ કર્યો છે. ગાંધીનગર જ નહી, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે હવે સરકારે પાણીના સેમ્પલ લઈ પીવાલાયક પાણી હોય તો જ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને પાણીનો સપ્લાય આપવા આદેશ કર્યો છે.