Get The App

દીવ ફરવા જતાં પહેલા આ વાંચી લો! રૂમ શોધતા બે પ્રવાસી યુવકો સાથે બની ચોંકાવનારી ઘટના

Updated: Nov 7th, 2024

GS TEAM


Google News
Google News
Diu


Robbery Incident In Diu : દિવાળીના વેકેશનમાં લોકો વિવિધ સ્થળોના પ્રવાસે કરતાં હોય છે. જેમાં કેટલીક વખત કોઈ અજાણી જગ્યાએ અણબનાવની ઘટના સર્જાતી હોય છે, ત્યારે દીવમાં ફરવા ગયેલા બે યુવકો સાથે ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બોટાદના બે પિતરાઈ ભાઈઓ દીવ ફરવા ગયા હતા. બંને ભાઈઓ રહેવા માટે રૂમની શોધ કરી રહ્યાં હતા, ત્યારે રૂમ આપવાના બહાર અન્ય બાઈક પરથી આવેલા બે શખસોએ છરીની અણીએ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે બંને શખસોને ગણતરીના કલાકમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ  ધરી.

દીવ ફરવા ગયેલા બે ભાઈઓ લૂંટાયા

બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઈક પરથી બે પિતરાઇ ભાઈઓ દીવ ફરવા ગયા હતા. આ દરમિયાન રાત્રી રોકાણ માટે રૂમની શોધ કરી રહ્યાં હતી, જો કે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું હોવાથી હોટેલમાં રૂમ મળ્યો ન હતો. અન્ય બાઈક પરથી બે શખસો આવીને બંને ભાઈઓને રૂમ અપાવાનું કહેતા તેમની સાથે ગયા હતા. આ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની બહાર ઉના તાલુકાના નાળીયા માંડવી ગામના અવાવરું વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને ભાઈઓને પાસેથી ત્રણ મોબાઇલ અને 11 હજાર રોકડની લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : યુવકની હત્યા કેસમાં પ્રેમ સબંધ કારભૂત હોવાનો થયો ખુલાસો, એક આરોપી ઝડપાયો

સમગ્ર ઘટનાને લઈને બંને ભાઈઓએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી નવા બંદર મરીન પોલીસે રાત્રિના સમયે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવીના આધારે બે શખસોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યાં હતા. પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :