સુરતના યોગીચોકમાં ડી-માર્ટમાંથી ઘી ના પેકેટ ચોરતા બે યુવાન ઝડપાયા
- ખરીદીના બહાને આવી કર્મચારીની નજર ચૂકવી રૂ.2120 ની મત્તાના ઘી ના પાંચ પેકેટ ચોર્યા હતા
- સ્ટોરના સંચાલકોએ ઝડપી પોલીસને હવાલે કર્યા
સુરત,તા.13 ઓક્ટોબર 2022,ગુરૂવાર
સુરતના સરથાણા યોગીચોક સ્થિત ડી માર્ટમાં ખરીદીના બહાને આવી કર્મચારીની નજર ચૂકવી રૂ.2120 ની મત્તાના ઘી ના પાંચ પેકેટની ચોરી કરનાર બે યુવાનને સ્ટોરના સંચાલકોએ ઝડપી પોલીસને હવાલે કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા યોગીચોક સાવલીયા સર્કલ ખાતે આવેલા ડી માર્ટમાં ગતસાંજે બે યુવાન ખરીદી માટે આવ્યા હતા.જોકે, બંનેએ કર્મચારીની નજર ચૂકવી રૂ.2120 ની મત્તાના ઘી ના પાંચ પેકેટની ચોરી કરી હતી.તેઓ બહાર નીકળે તે પહેલા સ્ટોરના સંચાલકોને જાણ થતાં તેમણે બંનેને ઝડપી પોલીસને હવાલે કર્યા હતા.પોલીસ તપાસમાં તેમની ઓળખ શૈલેષભાઇ ગોકળભાઇ વડારિયા ( ઉ.વ.35 ) અને ભાર્ગવ અશ્વિનભાઈ વેશ્રાણી ( ઉ.વ.22 ) ( બંને રહે ડી/504, અંબર પેલેસ, દાદા ભગવાન મંદિર પાસે, કામરેજ, સુરત ) તરીકે થઈ હતી.બનાવ અંગે સરથાણા પોલીસે સ્ટોર મેનેજર રાહુલ કુમારની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.