Jamnagar Crime : જામનગરમાં શિવ પાર્ક સોસાયટીમાં એક પાનની દુકાને મફત પાન ખાવા માટે આવેલા એક શખ્સ અને તેના ત્રણ સાગરીતોએ હંગામા મચાવ્યો હતો, અને બે યુવાનો પર હુમલો કરી દઈ તે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચર્ચા જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શિવ પાર્ક સાયટીમાં રહેતા નારણભાઈ ડોસાભાઇ ડગરા નામના 40 વર્ષના વેપારી યુવાન, કે જેઓએ પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર કિશોરભાઈ ઉપર પથ્થર અને ધોકાવાડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે, તેમ જ પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે જામનગરના અસલમ જુમાભાઈ સોઢા, હારુ ઉર્ફે ભોલો, સાહિલ હાલા અને સુજલ કોળી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી નારણભાઈ અને તેનો મિત્ર કિશોરભાઈ, કે જેઓ કિશોરભાઈ ના કાકાની પાનની દુકાને ઉભા હતા, જે દરમિયાન અસગર સોઢા મફત પાન લેવા માટે આવ્યો હતો, જેને બંને યુવાનોએ ના પાડી સમજાવવા જતાં આરોપી ઉશકેરાયો હતો, અને પોતાના અન્ય ત્રણ સાગરીતોની મદદથી આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરના એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી મીત રૂદલાલ અને તેઓની ટીમ આ મામલે વધુ તપાસ ચલાવે છે.


