Get The App

રાજકોટમાં ધો.5ની છાત્રા ઉપર બે તરૂણે દૂષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દિધી

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં ધો.5ની છાત્રા ઉપર બે તરૂણે દૂષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દિધી 1 - image


મહારાષ્ટ્ર પોલીસમાં 0 નંબરથી ફરિયાદ નોંધાઈ

એક તરૂણની ઉંમર 16 અને બીજાની 13 વર્ષઃ છાત્રાએ નજીકના સંબંધી તરૂણનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું

રાજકોટ: રાજકોટમાં ધો.પમાં અભ્યાસ કરતી કિશોરી ઉપર બે તરૂણે દૂષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. બી-ડિવીઝન પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર કિશોરીની ઉંમર ૧ર વર્ષ છે. થોડા દિવસો પહેલાં તે માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતાં મામાના ઘરે વેકેશન કરવા ગઈ હતી. બીજા દિવસે તેના પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા. તે વખતે તબીબે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ હોવાનું કહેતાં તેના માતા-પિતા ચોંકી ઉઠયા હતા. 

તેમણે પુત્રીની પૂછપરછ કરતાં પાડોશમાં રહેતાં તરૂણનું નામ આપ્યું હતું. જેથી કિશોરીની માતાએ તે તરૂણ વિરૂધ્ધ મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર પોલીસે ૦ નંબરથી ફરિયાદ નોંધી બી-ડિવીઝન પોલીસ તરફ મોકલી આપી હતી. જેના આધારે પીઆઈ એસ.એસ. રાણેએ તપાસ શરૂ કરી હતી. 

પોલીસે ભોગ બનનાર કિશોરીની પૂછપરછ કરતાં તેણે એક નહીં પરંતુ બે-બે તરૂણે તેની ઉપર દૂષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું. જેમાંથી એક તરૂણની ઉંમર ૧૬ વર્ષ આસપાસ છે, જયારે બીજા તરૂણની ઉંમર ૧૩ વર્ષની આસપાસ છે. ૧૬ વર્ષનો તરૂણ ભોગ બનનાર કિશોરીનો નજીકનો સંબંધી છે. 

તેણે ભોગ બનનાર કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેને કારણે ભોગ બનનાર કિશોરીએ તેનું નામ માતા-પિતાને જણાવ્યું ન હતું. આજ કારણથી ફરિયાદમાં માત્ર એક જ તરૂણનું નામ હતું. જે તરૂણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. જયારે ભોગ બનનાર તરૂણીનો જે નજીકનો સંબંધી છે તેણે છ થી સાત વખત દૂષ્કર્મ ગુજાર્યાનું પોલીસને જાણવા મળ્યું છે. 

ભોગ બનનાર કિશોરીએ પોલીસને જણાવ્યું કે તેના માતા-પિતા જયારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરૂણ ઘરે આવી તેની ઉપર દૂષ્કર્મ ગુજારતો હતો. તેણે આવું છ થી સાત વખત કર્યું હતું. જયારે તેના સંબંધી તરૂણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. 

ભોગ બનનાર કિશોરીની માતાએ બીજા લગ્ન કર્યા છે. ભોગ બનનાર કિશોરી તેની આગલા ઘરની પુત્રી છે.

Tags :