અંકલેશ્વરના ખરોડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, કોલેજ જઇ રહેલા બે યુવકોના મોત
Ankleshwar Road Accident : રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જાય છે. ત્યારે અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે કોલેજ જઇ રહેલા બે યુવકોને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ખરોડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોપેડ લઇને કોસંબા કોલેજ જઇ રહેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમીલ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બંને યુવકો દઢાલ ગામના હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.