Get The App

બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત, પોલીસની ઘોર બેદરકારી, ઓળખ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાંખ્યા

Updated: Mar 11th, 2025

GS TEAM

Google News
Google News
બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત, પોલીસની ઘોર બેદરકારી, ઓળખ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાંખ્યા 1 - image

Navasari News: નવસારીનાં બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો પરિવારજનોએ આરોપ કર્યો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે, મૃતદેહો ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા કરવી જરૂરી હોવાનું. હાલ આ મામલે મૃતકોનાં પરિવારજનોએ યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, બીલીમોરા પોલીસે વિવાદમાં સપડાઈ હોય તેવી ઘટના સામે આવી છે. જાણાવી દઈએ કે બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની ટક્કરે બે યુવકનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા. જો કે, મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે મૃતકોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસે ઓળખ કરવા વગર 24 કલાક પણ રાહ ના જોઈ અંતિમક્રિયા કરતા મૃતકનાં પરિવારમાં ભારે આક્રોશ છે. પોલીસની બેદરકારી બદલ SPને રજૂઆત કરાશે તેમ પરિવારે જણાવ્યું હતું. PI સામે કડક પગલાં ભરવા પરિવારજનોએ માગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો: ચૂંટણીમાં અધિકારી-કોન્ટ્રાક્ટરોનું મેળાપીપણું, 20 લાખના મંડપ માટે 3 કરોડ રૂપિયાનું બિલ મૂકાયું


એક યુવકના પરિવારે મૃતદેહનાં ફોટા પરથી ઓળખ કરી પોલીસ પાસે મૃતદેહની માંગ કરી છે. જ્યારે, એક યુવકની હજુ પણ ઓળખ થઈ નથી. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસનું કહેવું છે કે મૃતદેહો ડિક્પોઝ હાલતમાં હોવાથી અંતિમક્રિયા કરવી જરૂરી હતી. 

બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત, પોલીસની ઘોર બેદરકારી, ઓળખ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી નાંખ્યા 2 - image