અમદાવાદ: ખાસ ગ્રાહકો માટે મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પ્રિમિયમ ગ્રાહકો માટે મોંઘા ભાવનો દારૂ સપ્લાય કરતા બે યુવકોને ડીસીપી ઝોન-7 સ્ક્વોડ દ્વારા રૂપિયા સાડા ત્રણ લાખની 69 બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી ખાસ ડીમાન્ડના આધારે દારૂ મંગાવીને સપ્લાય કરવાની કામગીરી ઘણા મહિનાઓથી ચાલતી હતી.
બોડકદેવ વિસ્તારમાં ડીસીપી ઝોન-7ની કામગીરીઃ દારૂની બોટલની કિંમત પાંચ હજારથી માંડીને 15 હજાર સુધીની
ડીસીપી ઝોન-7 સ્ક્વોડનો સ્ટાફ શુક્રવારે સાંજના સમયે બોડકદેવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ પીઆઇ વાય પી જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે થલતેજ ગુરૂદ્વારા તરફથી એક કારમાં બે યુવકો દારૂનો જથ્થો લઇને સિંધુભવન રોડથી તાજ હોટલ તરફ જનાર છે. જેની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની 69 જેટલી પ્રિમિયમ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનું નામ દીપ ખોરાસિયા (રહે. શોરેલ ફ્લેટ, એપલવુડ, શેલા) અને નાનજી રબારી (રહે. સાકારગ્રીન સોસાયટી, વસ્ત્રાલ) હોવાનું જાણવામ મળ્યું હતું.
દીપ ખોરાસિયા બોપલ, શેલા અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં મોંઘી કિંમતનો વિદેશી દારૂ ખાસ ગ્રાહકોને સપ્લાય કરતો હતો. જેની કિંમત પ્રતિ બોટલ રૂપિયા પાંચ હજારથી માંડીને 20 હજાર સુધી હતી. પોલીસને આરોપીઓ પાસેથી કેટલાંક ગ્રાહકોનું લિસ્ટ પણ મળી આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.








