Gujarat

ડભોઇ તાલુકાના વેગા ગામે ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને બે યુવાનો પર હુમલો

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
પાડોશમાં ખેતર ધરાવતા ઠાકોર પરિવારના જ પિતા અને બે પુત્રોએ માર માર્યો હોવાની ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇ તાલુકાના વેગા ગામે ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને બે યુવાનો પર હુમલો

Vadodara Crime : વડોદરામાં ડભોઇ તાલુકાના વેગા ગામે ખેતરમાં પાણી વાળવાના પ્રશ્ને બે યુવાન પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાડોશમાં ખેતર ધરાવતા ઠાકોર પરિવારના જ પિતા અને તેના બે પુત્રો મળી ત્રણે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. 

મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના વેગા ગામે નવીનગરીમાં રહેતા નરેન્દ્ર ગીરીશ ઠાકોરે ડભોઇ પોલીસમાં જણાવ્યું હતું કે 17મી તારીખે સવારે 9:00 વાગ્યે તેઓ પોતાના ખેતરમાં કામ કરતા ત્યારે પાડોશમાં ખેતર ધરાવતા અશોક ઉર્ફે કાલિદાસ રણછોડ ઠાકોર તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે "તું તારા ખેતરનું વરસાદી પાણી અમારા ખેતરમાં કેમ કાઢે છે ?"આ બાબતે ઝઘડો કર્યો હતો અને પોતાના ઘરે જઈ તેમના બંને પુત્રો અક્ષય અને મૌલિકને બોલાવી લાવ્યા હતા. તમામે ભેગા થઈ નરેન્દ્રને લાકડી અને ધારિયું મારી ઈજા પહોંચાડી હતી દરમિયાન તેમને છોડાવવા માટે રાજકુમાર ઠાકોર દોડી આવ્યો હતો. તેને પણ લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્ત બન્યો હતો. બાદ ત્રણેય ભેગા થઈ ગયું હતું કે જો અમારા ખેતરમાં પાણી છોડીશ તો તને જોઈ લઈશું અને વધુ માર મારીશું કહી નાસી ગયા હોવાથી ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.