જામનગરમાં ગુરુદ્વારા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાનો પર જૂની અદાવત ના મન દુઃખમાં હુમલો: ત્રણ શખ્સો સામે ફરિયાદ

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન જૂની અદાવતની તકરારના મનદુઃખ ના કારણે સાહિદ ફિરોજભાઈ ખીરા તથા તેના બે સાગરીતોએ ત્રિપલ સવારી બાઈકમાં આવીને લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો, જે હુમલામાં બંને યુવાનો ઘાયલ થયા હોવાથી તેઓને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે.
ફરિયાદી યુવાનના ભાઈને આરોપી સાથે આજથી બે વર્ષ પહેલા તકરાર થઈ હતી, જેનો ખાર રાખીને આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.

