Gujarat

નવા બંધાતા મકાનમાં મજૂરી કરતા પરિવારના બે વર્ષના બાળકનું મોત

By GS TEAM
23 Dec 20251 min read
નવા બંધાતા મકાનમાં મજૂરી કરતા પરિવારના બે વર્ષના બાળકનું મોત

 વડોદરા,ગોરવા વિસ્તારમાં નવા બંધાતા મકાન પર મજૂરી કરતા પરિવારનો બે વર્ષનો બાળક બીજા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું છે.

બનાવની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં નવા બંધાતા એક મકાન પર મજૂરી કામ કરવા માટે  મૂળ છોટાઉદેપુરનો શ્રમજીવી પરિવાર આવ્યો હતો. દંપતી આજે મજૂરી કામ કરતા હતા. જ્યારે તેમનો બાળક બીજા માળે રમતો હતો. તે દરમિયાન ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે, પરિવારજનો અગાઉ પી.એમ. કરાવવાની પણ ના  પાડતા હતા. ગોરવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહ પરિવારને સોંપી દીધો છે.