બાંગ્લાદેશી પરિવારના બે વર્ષના બાળકને ઇજા થતા સયાજીમાં સારવાર
પાણી પીતા સમયે પડી જતા સામાન્ય ઇજા થઇ હતી ઃ હેડ ક્વાર્ટર ખાતે ૧૪ બાંગ્લાદેશી છે
વડોદરા,શહેરમાંથી પકડાયેલા ૨૪ બાંગ્લાદેશીઓ પૈકી ૧૪ ને હાલમાં પોલીસ હેડ ક્વાર્ટર પ્રતાપનગર ખાતે રાખવામાં આવ્યા છે. આજે બે વર્ષનો બાળક પાણી પીતા સમયે સ્લિપ થઇ જતા ઇજા થઇ હતી.
બનાવની વિગત એવી છે કે, શહેરમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓને કુંભારવાડા, એસ.ઓ.જી. અને પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે. હાલમાં ૧૪ બાંગ્લાદેશીઓ પ્રતાપનગર હેડ હેડ ક્વાર્ટરમાં છે. તેઓેને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. પરંતુ, જ્યાં સુધી તેઓને પરત નહીં મોકલાય ત્યાં સુધી તંત્ર દ્વારા તેઓની ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે બાંગ્લાદેશી પરિવારનો બે વર્ષનો બાળક પાણી પીતો હતો. તે દરમિયાન સ્લિપ થઇ જતા મોંઢાના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. તેની સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી પરત હેડ ક્વાર્ટર લઇ આવવામાં આવ્યો હતો.