Gujarat

દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર

By GS TEAM
27 Jul 20251 min read
TukuTouch Logo
ભરૂચના દહેજ ખાતે આવેલી એક શિવા ફાર્મા કેમ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે રિએક્ટર બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સેફ્ટી-હેલ્થ વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર

Bharuch News : ભરૂચના દહેજ ખાતે આવેલી એક શિવા ફાર્મા કેમ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે રિએક્ટર બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સેફ્ટી-હેલ્થ વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બે કામદારોના મોત

મળતી માહિતી મુજબ,  દહેજ સ્થિત SEZ-1માં આવેલી 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમ કંપનીમાં ગત રાત્રે લગભગ 2:40 વાગ્યની આસપાસ એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર સર્જાયુ હતું. જેમાં દબાણ વધતાં રિએક્ટર ફાટ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'રેડ એલર્ટ', ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર અર્જુન પટેલ અને પ્રવિણ પરમાર નામના કામદારોનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત શૈલેન્દ્રસિંહ નામના વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.