Get The App

દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર 1 - image


Bharuch News : ભરૂચના દહેજ ખાતે આવેલી એક શિવા ફાર્મા કેમ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે રિએક્ટર બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 2 કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કામદારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સેફ્ટી-હેલ્થ વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બે કામદારોના મોત

મળતી માહિતી મુજબ,  દહેજ સ્થિત SEZ-1માં આવેલી 11 વર્ષ જૂની શિવા ફાર્મા કેમ કંપનીમાં ગત રાત્રે લગભગ 2:40 વાગ્યની આસપાસ એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન રિએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર સર્જાયુ હતું. જેમાં દબાણ વધતાં રિએક્ટર ફાટ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'રેડ એલર્ટ', ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આ દુર્ઘટના દરમિયાન સ્થળ પર હાજર અર્જુન પટેલ અને પ્રવિણ પરમાર નામના કામદારોનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત શૈલેન્દ્રસિંહ નામના વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Tags :