અજમેરથી દારૃ લઇને આવેલી બે મહિલા સહિત ચાર ઝડપાયા
દારૃનો જથ્થો લઇને વાહનની રાહ જોતા હતા ત્યારે જ પોલીસે ઝડપ્યા
વડોદરા,તા.6 અજમેરથી દારૃનો જથ્થો લઇને આવેલી બે મહિલા સહિત ચાર શખ્સોને કમલાનગર તળાવ પાસેથી શહેર પોલીસે ઝડપી પાડયા હતાં.
આજવારોડ વિસ્તારમાં આવેલ એકતાનગરમાં રહેતી રુબીનાબાનું અસલમ પઠાણ અન્ય ત્રણ પરિચીતો સાથે અજમેર ગઇ છે તેમજ અજમેરથી ચારેય જણા દારૃનો જથ્થો લઇને આવેલ છે તેવી માહિતી પીસીબીને મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન કમલાનગર તળાવ પાસે દારૃનો જથ્થો ઉતારી કોઇ વાહનની રાહ જોતા ચારેય શખ્સો દારૃની ૩૪૬ બોટલો તેમજ બે મોબાઇલ મળી કુલ ૯૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતાં.
પોલીસે રુબીનાબાનું ઉપરાંત મુસ્તકીન ઉસ્માનગની અંસારી (રહે.હરણવાળીપોળ, પાંચકૂવા, કાલુપુર, અમદાવાદ), મુસ્તફા ઇબ્રાહિમ વ્હોરા અને છાયા જશુભાઇ બારીયા (બંને રહે.દંતેશ્વર, હાઉસિંગ બોર્ડના મકાનમાં)ને ઝડપી પાડયા હતાં.