Gujarat

૧૯ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે ફરાર ઝડપાયા

By GS TEAM
2 Oct 20251 min read
૧૯ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે ફરાર ઝડપાયા

વડોદરા, તા.2 વરણામા પાસેથી ઝડપાયેલી દારૃ ભરેલી ટ્રકના ગુનામાં દોઢ મહિનાથી ફરાર બે શખ્સોની આમોદ અને જંબુસર તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ફરાર આરોપીઓની મળેલી માહિતીના આધારે નિરવ કનુભાઇ પરમાર (રહે.છીન્દ્રા, તા.જંબુસર), ભરત શનુભાઇ મિસ્ત્રી (રહે.સમણી, તા.આમોદ) તેમજ મહંમદહનીફ નિઝામ પઠાણ (રહે.આછોડ, તા.આમોદ)ને ઝડપી પાડયા હતાં. પોલીસ તપાસમાં મહંમદહનીફ આમોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં દોઢ માસથી ફરાર હોવાથી તેને આમોદ પોલીસના હવાલે કર્યો હતો.

જ્યારે નિરવ અને ભરતની દારૃના ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ભરત મિસ્ત્રી સામે દારૃના ૧૯ ગુના નોધાયા છે જેમાં દાહોદ જિલ્લાના લીમડી અને ભરૃચ શહેરના બે ગુનામાં તે ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.