ખેડાના રઢુ ગામે રૂા. 6 લાખનો દારૂ ભરેલા બે વાહનો ઝડપાયા

- વાહન ચાલક, બુટલેગરને પકડવામાં પોલીસ નિષ્ફળ
- પશુ દવાખાનાની દીવાલ પાસે ઉભેલી ગાડી, ટ્રેક્ટરમાંથી બિયર- દારૂની 1,344 બોટલો મળી
ખેડા ટાઉન પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રઢુ ગામે પશુ દવાખાનાની દિવાલ પાસે રાતે ૩ વાગે દરોડો પાડી ગાડીની ડીકીમાંથી તેમજ ટ્રેક્ટરની ટ્રોલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૯૬૦ કિંમત રૂ.૫,૨૩,૨૦૦ તેમજ બીયરના ટીન નંગ ૩૮૪ કિંમત રૂ.૭૮,૬૦૦નો મળી કુલ રૂપિયા ૬ લાખનો જથ્થો મળી આવ્યો હતો. બંને વાહનના ચાલક તેમજ દારૂની હેરાફેરી કરનારા આરોપીઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ થયા હતા. એક પણ વાહન ચાલક કે બુટલેગર ન મળી આવતા પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. ખેડા ટાઉન પોલીસે વિદેશી દારૂ, ગાડી, ટ્રેક્ટર અને ટ્રોલી મળી મળી કુલ રૂ.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.









