Get The App

વડોદરામાં બે વાહન ચોર ફરીથી પકડાયા, બંને પોલીસમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનો ચોરતા હતા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં બે વાહન ચોર ફરીથી પકડાયા, બંને પોલીસમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનો ચોરતા હતા 1 - image

Vadodara Vehicle Theft : વડોદરા શહેર પોલીસે વધુ બે વાહન ચોરને ઝડપી પાડી તેમની પાસેથી બે ટુ-વ્હીલર કબજે કર્યા છે. આ પૈકી એક વાહન ઉઠાવગીર બે મહિના પહેલા પણ પકડાયો હતો. 

નિઝામપુરા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટરસાયકલ સાથે લબર મુછીયા મહંમદકેફ ઉર્ફે અમન અબ્દુલ રજાક પઠાણ (રામવાડી નવા યાર્ડ, મૂળ યુપી) ને ઝડપી પાડતા તેની પાસેની મોટરસાયકલ ગઈ તા.23 સપ્ટેમ્બરે દુમાડ ચોકડી પાસેથી ચોરી હોવાની વિગતો બહાર આવી હતી.

આવી જ રીતે પોલીસે આરાધના ટોકીઝ પાસેથી નિકુંજ મહેશ ભાઈ શર્મા (આનંદનગર, કારેલીબાગ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેના સ્કૂટર બાબતે પોલીસે તપાસ કરતા ચાર દિવસ પહેલા આ સ્કૂટર છાણી રોડ ઉપરથી ચોરી કર્યું હોવાની વિગતો બહાર આવી હતી. નિકુંજ અગાઉ પણ વાહન ચોરીના કેસમાં પકડાયો હોવાની વિગતો બહાર આવી છે.