Gujarat
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ
By GS TEAM
29 Jun 20251 min read
ગુજરાતભરમાં વરસાદી માહોલને પગલે રસ્તાઓની હાલત પણ બગડવા લાગી છે અને અકસ્માતોની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. આજે (29મી જૂન) અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિ.મી. ટ્રાફિક જામ સર્જાયાની માહિતી મળી રહી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

| Representative image |
Ahmedbad Mumabi National Highway Traffic Jam: ગુજરાતભરમાં વરસાદી માહોલને પગલે રસ્તાઓની હાલત પણ બગડવા લાગી છે અને અકસ્માતોની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. આજે (29મી જૂન) અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિ.મી. ટ્રાફિક જામ સર્જાયાની માહિતી મળી રહી છે.
5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ
માહિતી અનુસાર બબાલને પગલે હાઇવે પર વાહનોનો ખડકલો સર્જાયો હતો અને બે ટ્રક ચાલકો અકસ્માત બાદ ઝઘડવા લાગ્યા હતા. હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જેમ તેમ સમજાવીને મામલો થાળે પડ્યો હતો. લગભગ બે કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિને પગલે 5 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.