બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી
Vadodara Theft Case : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે વૃંદાવન હાઉસિંગ સ્કીમમાં રહેતા પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ શેઠ નવરંગ કોમ્પ્લેક્સમાં આવેલી એલઆઇસીની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. 11 તારીખે તેઓ ઘર બંધ કરીને નોકરી ગયા હતા અને સાંજે પોણા છ વાગે નોકરી પરથી ઘરે પરત આવ્યા હતા. દરવાજાનો લોક ખોલીને અંદર જતા ગેલેરીના દરવાજા તૂટેલી હાલતમાં હતા. જેથી ચોરીની શંકા જતા તેમણે બેડરૂમમાં જઈ જોતા તિજોરી ખુલ્લી હતી અને સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો.
ચોર ટોળકી સોનાની બે તોલાની લગડી ચાંદીની 60 ગ્રામની લગડી અને રોકડા 95 હજાર મળી કુલ 1.91 લાખને મતા ચોરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં સોનાનો ભાવ અંદાજે 1 લાખ રૂપિયા પ્રતિ તોલાનો છે જ્યારે પોલીસે સોનાનો ભાવ માત્ર 45000 જ ગણ્યો છે.