22 વ્હિલના ટ્રેલરના બે ટાયર અચાનક છુટા પડી ગયા : બે મહિલાને ઇજા
Image Source: Freepik
- ઈટોલા પાસેથી ટ્રેલર પસાર થતી વખતે બનેલી દુર્ઘટના
વડોદરા તા. 20 ઓગષ્ટ 2023, રવિવાર
વડોદરા નજીક પોર પાસેના નેશનલ હાઈવે પર ઇંટોલા ચોકડીથી ઇટોલા રેલવે ફાટક તરફ 22 વ્હિલનું મોટું ટ્રેલર જતું હતું. ત્યારે સાંજના સુમારે આ ટ્રેલરના ખાલી સાઇડ પર છેલ્લાથી બીજા નંબરમાં આવેલ બે ટાયરો અચાનક છુટા પડી જતા નજીકથી પસાર થતી બે મહિલાઓ ગીતાબેન અને લક્ષ્મીબેનને ટ્રેલરના ટાયરોના કારણે ઈજાઓ થઈ હતી આ અંગે ઇટોલા રેલવે સ્ટેશન પાસે રહેતા શંકર વસાવાએ પોલીસને જાણ કરી હતી.