વડોદરાઃ સમા વિસ્તારના એક મકાનમાં ત્રાટકેલા ચોરો રોકડ અને દાગીના મળી કુલ રૃ.૧૮ લાખથી વધુની મતા ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે.
ન્યુ સમારોડની નંદનવન સોસાયટીમાં રહેતા અને નંદેસરીની કંપનીમાં ફરજ બજાવતા નરેશ દેવાભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૨મીએ હું મારી પત્ની અને પુત્રી સાથે ઉદેપુર ગયો હતો ત્યારે તા.૧૪મીએ સવારે મારા મિત્રએ મકાનમાં ચોરીના બનાવની જાણ કરી હતી.જેથી મેં મારા પિતાને મોકલ્યા હતા અને અમે પણ આવી ગયા હતા.
અમારા મકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં બે ચોરો મારા મકાનના દરવાજાનો નકૂચો અને ઇન્ટરલોક તોડીને પ્રવેશ્યા હતા તેમજ લગભગ રાતે ૨.૧૧ વાગ્યાથી બે કલાક સુધી સામાન ફેંદીને રોકડા રૃ.૪ લાખ અને સોના ચાંદીના દાગીના મળી રૃ.૧૮ લાખ ઉપરાંતની મતા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી સમા પોલીસે ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.


