Gujarat

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા

By GS TEAM
5 Aug 20251 min read
TukuTouch Logo
ચોરોથી ચોરી કરતી હતી ત્યારે જ મકાન માલિક આવી જતા ચોર દ્વારા હુમલાનો પ્રયાસ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં માંડવી શામળ બેચરની પોળના બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલી ચોરટોળકીના બે ચોર ઝડપાયા

Vadodara Theft Case : વડોદરામાં માંડવી શામળ બેચરની પૂરમાં રહેતા આકાશ બાબુરાવ ઘાડગે સોના ચાંદીના દાગીનાનું હોલમાર્કનું કામ કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સાંજે 6:30 વાગે હું પરિવાર સાથે મારી નાની બહેન વૈષ્ણવી બેન કેતનભાઇ કદમ રહે મહાકાળી સુધારવી વાઘોડિયા રોડના દીકરાના નામકરણના પ્રોગ્રામમાં વાઘોડિયા રોડ રાધિકા પવન ગયો હતો.

પ્રોગ્રામ પૂરો કરીને રાત્રે 10:30 વાગે અમે ઘરે આવ્યા ત્યારે દરવાજાને મારેલું તાળું તૂટેલું હતું અને સામાન વેર વિખેર પડ્યો હતો. ઘરના પહેલા મળે તપાસ કરતાં તિજોરીનો સામાન પણ વેરવિખેર હતો અને ઘરમાં તપાસ કરતાં એક ચોર મળી આવ્યો હતો. તેને રોકવા જતા મારા પર હથોડાથી હુમલો કરવાની કોશિશ કરતા હું ઘરની બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ અમે બૂમાબૂમ કરતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન ઘરમાંથી બે ચોર મળી આવતા તેઓને પોલીસને સોંપી દીધા હતા. અમારા ઘરમાંથી ચાંદીની ભગવાનની મૂર્તિઓ કિંમત રૂપિયા 14000 ની ચોરી ગઈ હતી.