સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
ગઈ તા.4થી 8 ઓગષ્ટ દરમ્યાન ભોપાલની એનઆરઆઈ ગ્લોબલ ડિસ્કવરી શાળા ખાતે યોજાયેલી સીબીએસઈ ક્લસ્ટર વેસ્ટ ઝોન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે તરવૈયાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
ઉર્મી શાળાના વિદ્યાર્થી મંદીપ સિંહ સંધાએ અંડર-19 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને 3 સ્વર્ણ અને 2 રજત પદકો જીત્યા હતા. જ્યારે દિલ્હી પબ્લિક શાળાના વિદ્યાર્થી સારાહ સરોહાએ અંડર-17 કેટેગરીમાં 5 રજત પદકો જીત્યા હતા. બન્ને ખેલાડીઓ હવે સીબીએસઈ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ માટે પસંદ થઈ ગયા છે. આ સિદ્ધિ ગુજરાત અને માટે ગર્વની વાત છે. તેઓ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ તાલીમ લે છે.