Gujarat

ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ, પેપરો મૂકવા બે સ્ટ્રોંગરુમ તૈયાર

By GS TEAM
22 Jun 20251 min read
ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ, પેપરો મૂકવા બે સ્ટ્રોંગરુમ તૈયાર

વડોદરાઃ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૩ જૂન, સોમવારથી ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે.વડોદરામાં તંત્ર દ્વારા પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

વડોદરામાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને પેપરો મૂકવા માટે બે સ્ટ્રોંગરુમ તૈયાર  કરવામાં આવ્યા છે.વડોદરામાં જે પણ સ્કૂલોમાં પૂરક પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે સ્કૂલોમાં વિદ્યાર્થીઓના અભ્યાસનો સમય બદલવામાં આવ્યો છે.

બોર્ડ દ્વારા આ વર્ષે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે તમામ વિષયોની પૂરક પરીક્ષા  લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના કારણે પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

વડોદરામાં ધો.૧૦ની  પૂરક પરીક્ષા રાવપુરા ઝોનના ૨૬ કેન્દ્રો પર અને ૨૫૨ બ્લોકમાં લેવાશે.જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા માંડવી ઝોનના ૧૧ કેન્દ્રો પર લેવાશે.કુલ ૬૦૬૬ વિદ્યાર્થીઓ તેના માટે નોંધાયા છે.ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૪૮૬૦ વિદ્યાર્થીઓ માટે માંડવી ઝોનના ૮ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.