Rajkot News : ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. આ દરમિયાન અનેક એવા સોફ્ટવેર અને એપ્લિકેશન છે જેના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. સાયબર ક્રાઈમમાં આવી અનેક ઘટનાને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, ત્યારે ગુજરાતના રાજકોટમાં ઓનલાઈન જુગારની ગેમિંગનું પ્રમોશન કરનાર બે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે.
બે ઈન્ફલુએન્સરની ધરપકડ
રાજકોટમાં ઓનલાઈન જુગાર ગેમને લઈને સોશિયલ મીડિયા માધ્મય પર જાહેરાત આપવા અને તેની લિંક મુકીને લોકોને પ્રોત્સાહિત કરવા મામલે બે ઈન્ફ્લુએન્સરો વિરૂદ્ધમાં સાયબર ક્રાઈમ હેઠલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ધાર્મિક જગશીભાઈ વાઘાણી અને દીપ ગોસ્વામી એમ બે ઈન્ફલુએન્સરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 30 રૂપિયાના ભાડાના વિવાદમાં મુસાફરની હત્યા, રિક્ષા ચાલકની ધરપકડ
DCPએ જણાવ્યું હતું કે, 'સાયબર ક્રાઈમ પોલીસનું સોશિયલ મીડિયા સેલ વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ પર ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન કરનારા પર નજર રાખે છે. જેમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા બેઈન્ફ્લુએન્સરો અમારી ટીમને જોવા મળ્યા હતા. જેમાં લિંક પોસ્ટ કરવાના ઈન્ફલુએન્સરને 7000 રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું હતું. આ પછી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા બંને બેઈન્ફ્લુએન્સરો વિરૂદ્ધમાં જુગાર ધારાની કલમ 12-એ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.'


