Gujarat

બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત

By GS TEAM
29 Jul 20251 min read
TukuTouch Logo
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે નદી-નાળા છલકાયા છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ચીકણ વાસમાં એક દુઃખદ ઘટના બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બનાસકાંઠાના અમીરગઢમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતાં બે સગી બહેનોના મોત
File Photo

Banaskantha News: ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે નદી-નાળા છલકાયા છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ચીકણ વાસમાં એક દુઃખદ ઘટના બની છે. આ વિસ્તારમાં પથ્થરોની ખાણના ખાડામાં ડૂબી જતા એક જ પરિવારની બે સગી બહેનોના મોત થયા છે. વરસાદને લઈને ખાડામાં પાણી ભરાયેલા હતા. જણાવી દઈએ કે, સમયાંતરે આવી દુર્ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પરિવાર દ્વારા બાળકોને આ અંગે સાવચેત કરવા જરૂરી છે. જેને લઈને કોઈ દુર્ઘટના ટળી શકે.

સોમવારે જામનગરના ધ્રોલમાં ખાડામાં પડી જતાં 3 બાળકો ડૂબ્યા હતા

સોમવારે (28 જુલાઈ) જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામ ખાતે ખેત મજૂરની 2 દીકરી અને 1 દીકરો રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય બાળકોના મોત નીપજ્યા હતા. મૃતક બાળકોના મૃતદેહને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.