સયાજી હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યૂની ઝપટમાં
એક જ દિવસમાં ડેન્ગ્યૂના છ દર્દીઓ સયાજીમાં સારવાર માટે આવ્યા
વડોદરા,સયાજી હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટરને ડેન્ગ્યૂ થતા તેઓની સારવાર સયાજી હોસ્પિટલમાં શરૃ કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન સયાજીમાં ડેન્ગ્યૂના કુલ ૬ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા.
વરસાદી માહોલ વચ્ચે મચ્છર જન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ડેન્ગ્યૂ અને મેલેરિયાના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં જેલ રોડ પર આવેલી ધન્વંતરી હોસ્ટેલમાં રહેતા સયાજી હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટરને ડેન્ગ્યૂ થયો છે. તેઓની સયાજી હોસ્પિટલમાં જ સારવાર શરૃ થઇ છે. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન અન્ય ચાર લોકોને પણ ડેન્ગ્યૂ થતા તેઓ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા.
ધન્વંતરી હોસ્ટેલમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેથી, અન્ય ડોક્ટર ડેન્ગ્યૂની ઝપટમાં ના આવે. કોર્પોરેશન દ્વારા સાફ સફાઇની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.