Gujarat

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત

By GS TEAM
9 Aug 20251 min read
TukuTouch Logo
જામજોધપુરના ભગવતી પરામાં પોલીસે જુગારનો દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલાઓની અટકાયત કરી છે, જયારે મેઘપર ગામમાંથી જુગાર રમી રહેલા સાત પુરુષો પકડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત

Jamnagar Gambling Raid : જામજોધપુરના ભગવતી પરામાં પોલીસે જુગારનો દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલાઓની અટકાયત કરી છે, જયારે મેઘપર ગામમાંથી જુગાર રમી રહેલા સાત પુરુષો પકડાયા છે.

 જામજોધપુરના ભગવતીપરામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસ સ્ટાફે ગતરાત્રે દરોડો પાડ્યો હતો અને સંતોકબેન કાંતિભાઈ ટાંક, પન્નાબેન રાજેશભાઈ કાનાબાર, મંજુલાબેન ધનજીભાઈ ઘેડીયા, હંસાબેન રમણીકભાઈ ટાંક, મંગળાબેન ચંદુભાઈ નનેરા, હર્ષાબેન દીનકરભાઈ શાહને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.5640ની રોકડ રકમ કબજે કરી હતી.

જામજોધપુરના મેઘપર ગામની જીવાધાર સીમમાં આવેલ હાસમભાઈ ધુધાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. ગતરાત્રે પાડવામાં આવેલા આ દરોડામાં ગંજીપાનાથી જુગાર રમી રહેલા વાડી માલિક હાસમભાઈ સુલેમાનભાઈ ધુધા, રીઝવાન અબ્દુલભાઈ જુણેજા, મયુર શોતિલાલ આરંભડીયા, ભીમશીભાઈ કેશુભાઈ વાઢીયા, પરેશ નાનજીભાઈ મંડલી, મંડલી, સુરેશ ત્રિભોવનભાઈ પરમાર અને ચેતન ગોવિંદભાઈ મકવાણાને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારના આ સ્થળેથી રૂ.1 લાખ 4 હજારની રોકડ રકમ અને પાંચ મોબાઈલ કબજે કર્યા છે.