Get The App

સાયલામાં નીલગાયનો શિકાર કરતા બે શિકારીઓ ઝડપાયા

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
સાયલામાં નીલગાયનો શિકાર કરતા બે શિકારીઓ ઝડપાયા 1 - image

- મહેસાણા અને અમદાવાદના બે શિકારીની ધરપકડ

- સેજકપર સીમમાંથી માંસનો જથ્થો, સેન્ટ્રો કાર અને તીક્ષ્ણ હથિયારો કબજે લેવાયા

સાયલા : સાયલાના સેજકપરમાં નીલગાયનો શિકાર કરતાં મહેસાણા અને અમદાવાદના બે શિકારીની ધરપકડ કરાઇ છે. સાયલા અને મૂળી રેન્જનું સંયુક્ત ઓપરેશન હાથ ધરી સેજકપર સીમમાંથી માંસનો જથ્થો, સેન્ટ્રો કાર અને તીક્ષ્ણ હથિયારો કબજે લીધા છે.

સાયલાથ સાયલા પંથકમાં લાંબા સમયથી નીલગાયના શિકારની ફરિયાદો વચ્ચે વન વિભાગે મોટી સફળતા મેળવી છે. સાયલા સામાજિક વનીકરણ રેન્જ અને મૂળી નોર્મલ રેન્જની ટીમે સંયુક્ત બાતમીના આધારે સેજકપર વિસ્તારમાં વોચ ગોઠવી બે શિકારીઓને દબોચી લીધા હતા.

તપાસ દરમિયાન મહેસાણાના જુના દેલવાડાનો જુનેદ ઈસરાલ કુરેશી અને અમદાવાદના મીરઝાપુરનો હનીફ ઈબ્રાહિમ સંધિ શંકાસ્પદ સેન્ટ્રો કાર અને મોટરસાયકલ સાથે ઝડપાયા હતા. તેમની પાસેથી નીલગાયના માંસનો જથ્થો અને શિકારમાં વપરાતા તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. વન વિભાગે પ્રાણી સંરક્ષણ ધારો ૧૯૭૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાયલા આરએફઓ એસ.બી. મકવાણા અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડતા શિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.