Get The App

માંડવીના આઘેડના અંગદાનથી બે વ્યક્તિને નવજીવન મળશે

Updated: Jun 20th, 2024


Google News
Google News
માંડવીના આઘેડના અંગદાનથી બે વ્યક્તિને નવજીવન મળશે 1 - image


- ઉમરપાડામાં અકસ્માત બાદ બ્રેઇનડેડ જાહેર થયેલા કંચનભાઈની બે કિડની વસાવા પરિવારે દાન કરી

સુરત,:

સુરત જિલ્લાના માંડવીના બ્રેઈનડેડ જાહેર કરેલા ૫૦ વર્ષીય આધેડની બે કિડનીનું વસાવા પરિવારે દાન કરી સમાજને નવી દિશા બતાવી માનવતા મહેક આવી છે.

માંડવીના આઘેડના અંગદાનથી બે વ્યક્તિને નવજીવન મળશે 2 - image

સિવિલથી મળેલી વિગત મુજબ માંડવીમાં પીચરવાણમાં રહેતા ૫૦ વર્ષીય કંચનભાઇ કાલીદાસ વસાવા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે તે ગત તા. ૧૬મીએ બાઇક પર કામેથી ઘરે પરત આવવા નીકળ્યા હતા. તે સમયે ઉમરપાડામાં ખતરાદેવી રોડ પર તેમને અકસ્માત થતા ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે માંડવી બાદ બારડોલીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવતા દાખલ કર્યા હતા. જયાં તેમનું સિટી સ્કેન કરતા તેમને બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયુ હતુ. આજે વહેલી સવારે તેમને સિવિલના ડોક્ટરની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેથી સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા તથા નર્સિગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ તેમના પરિવારને અંગદાન અંગેનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી. અમદાવાદથી આઈ.કે.ડી હોસ્પિટલના ડોક્ટરની ટીમ સુરત સિવિલ ખાતે આવી તેમની બંને કિડની સ્વીકારી હતી. બાદમાં બંને કિડનીં અમદાવાદની હોસ્પિટલમાં બે જરૃરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ  કરવામાં આવશે. જ્યારે કંચનભાઈના પત્ની લીલાબેન છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીમાં અનિતાબેન, અરૃણાબેન, કરૃણાબેન છે.

Tags :