Get The App

વિદેશી દારૂ સાથે મહિલા સહિત બે શખ્સો ઝડપાયા, એક ફરાર

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
વિદેશી દારૂ સાથે મહિલા સહિત બે શખ્સો ઝડપાયા, એક ફરાર 1 - image

- ખેડા ટાઉન પોલીસની કાર્યવાહી

- સમસપુરથી 43 ક્વાર્ટરિયા અને બહાર પરામાંથી 16 બિયરના ટીન ઝડપાયા

નડિયાદ : સમસપુર ગામેથી બુટલેગરને વિદેશી દારૂની ૪૩ બોટલ (કિં. રૂ.૯,૮૯૦)ના જથ્થા સાથે ખેડા ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો. આ ઉપરાંત ખેડા ટાઉન પોલીસે બહાર પરા પાસેથી એક મહિલાને વિદેશી દારૂ બિયર ટીન નંગ ૧૬ (કિં.રૂ.૩,૨૦૦) સાથે ઝડપી પાડી હતી. આ બંને બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા ટાઉન પોલીસ સોમવારની રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સમસપુર ગામે પ્રાથમિક શાળા સામે રહેતો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ પાડતા પ્રાથમિક શાળા સામેથી મળી આવેલા શખ્સની અટક કરી પૂછપરછ કરતા શખ્સે મહેશભાઈ જેસીંગભાઇ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂના ૪૩ ક્વાર્ટરિયા (કિં.રૂ. ૯,૮૯૦)નો જથ્થો જપ્ત કર્યોે હતો. આ ઉપરાંત ખેડા ટાઉન પોલીસે મંગળવારે સવારે ખેડા બહાર પરા દશામાના મંદિર પાસે વ્હેરા નજીકથી લીલાબેન અશોકભાઈ તળપદાને વિદેશી દારૂ બિયર ટીન નંગ ૧૬ (કિં.રૂ.૩,૨૦૦) સાથે ઝડપી પાડી હતી. આ વિદેશી દારૂ આપનાર ચંદ્રકાંત ઉર્ફે ટીનો નગીનભાઈ તળપદા (રહે.માતર) મળી આવેલ નથી. આ બંને બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.