જેસરના સનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત

- બે બાઈક સામસામે અથડાઈ હતી
- વીરપુર અને જુના પાદરના વ્યક્તિઓના મોત, પોલીસે કાર્યવાહી હાથ ધરી
જેસરના સનાળા અને રાજપરા ગામ વચ્ચે બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ સનાળા અને રાજપરા ગામ વચ્ચેના માર્ગ પર બે બાઈક સવારો સામસામે ટકરાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ બન્નેને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ ?વીરપુર અને ?જુના પાદર ગામના રહેવાસી ?હોવાનું જાણવા મળ્યું છે. બાઈક સવારોના મોતથી વીરપુર અને જુનાપાદર ગામ સહિત જેસર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









