જામનગરમાં રિક્ષામાંથી 180 બોટલો દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગરના મિગ કોલોની વિસ્તારમાં બે શખ્સો રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે રિક્ષાને આંતરી તલસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી 180 બોટલ મળી આવી હતી. જેથી એલસીબીની ટુકડીએ મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની અટકાયત કરી છે.
જામનગરમાં તળાવની પાળ પાસે આવેલ મિગ કોલોની વિસ્તારમાં હિરેન અરુણભાઈ જોશી અને જીગ્નેશ દિલીઓભાઈ વોરળિયા નામના બે શખ્સો રિક્ષામાં જતા હતા ત્યારે એલસીબી પોલીસે રિક્ષાને આંતરી તેની તલસી લેતા તામાંથી રૂ.57 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 180 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો તેમજ રીક્ષા સહિતનો કુલ રૂ.2.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોને ઝડપી લીધા છે.
જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો દિગ્વિજય પ્લોટ શેરી નં.61 પાસે રહેતા કપિલ ધનવાણી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી સપ્લાયરની ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.









