જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા પરપ્રાંતિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે, જ્યારે કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગે પોતાની બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
મૂળ મધ્યપ્રદેશના બિહાર રાજ્યના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા વિપુલસિંહ ઝાલા ના મકાનમાં ભાડેથી રહેતા અલીહૈદર મોહમ્મદઆરીફ નામના 19 વર્ષના પર પ્રાંતિય યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવાને પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દઇ પોતે ગેસના બાટલા ઉપર ચડી પંખાના હુકમા મફલર બાંધ્યો હતો અને પંખામાં હુકમાં લટકી ગયો હતો.
જે બનાવ અંગે તેની સાથે જ રહેતા પરવેશ આલમ આફતાબે પોલીસને જાણ કરતાં પડાણાના એએસઆઈ વી.સી. જાડેજાએ બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગળાફાંસાનો બીજો બનાવ લાલપુર તાલુકાના મુળીલા ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા મનજીભાઈ ગોવાભાઇ પરમાર નામના 70 વર્ષના એક બુઝુર્ગે પોતાની વૃદ્ધાવસ્થાની અને શ્વાસ તેમજ એસીડીટીની બીમારીથી કંટાળી જઈ પંખા ના હુકમા દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પુત્ર વિનોદભાઈ મનજીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન કે છૈયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


