Jamnagar Liquor Case : જામનગર શહેરમાં પોલીસે ગઈકાલે જુદા જુદા બે સ્થળે ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ઇંગ્લિશ દારૂ સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર જાહેર કરાયો છે.
જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગેનો પ્રથમ દરોડો એસટી ડેપો રોડ પર પાડ્યો હતો. જ્યાંથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા કિશોર જેઠાભાઈ રામનાણીની અટકાયત કરી લઈ, તેની પાસેથી ઇંગ્લિશ દારૂ કબજે કર્યો છે. જેને દારૂ સપ્લાય કરનાર દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54 માં રહેતા ભાવિક ઉર્ફે છાબોને ફરાર જાહેર કરી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરમાં જૂની કસ્ટમ ઓફિસ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે નીકળેલા ઇન્દ્રજીતસિંહ પ્રફુલસિંહ ચૌહાણને પોલીસે અટકાયતમાં લઈ લીધો છે. અને તેની પાસેથી બે નંગ ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી છે.


