Jamnagar Liqour Crime : જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં પોલીસે દારૂ અંગે દરોડો પાડી બે બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી ઇંગ્લિશ દારૂ અને બે બાઈક વગેરે કબજે કરી લીધા છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા નંદનવન સોસાયટી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન ત્યાંથી દિપક તુલસીદાસ મંગે તેમજ વિવેક દિનેશભાઈ ગોસ્વામી કે જે બંને પોતાના બાઈક પર જઈ રહ્યા હતા, તેઓને અટકાવીને પોલીસે તલાસી લેતાં બંને પાસેથી કુલ 32 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.
આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને બાઈક વગેરે કબજે કરી લીધા છે, અને બંને આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ સામે દારૂબંધી ભંગ અંગે ગુના નોંધવામાં આવ્યા છે.


