Gujarat

કલોલના પલસાણા પાસે ચોરીના બાઈક સાથે બે શખ્સની ધરપકડ

By GS TEAM
26 Jun 20252 mins read
કલોલના પલસાણા પાસે ચોરીના બાઈક સાથે બે શખ્સની ધરપકડ

તસ્કરો પાસેથી તાલુકા પોલીસે ત્રણ બાઈક જપ્ત કર્યા

કલોલ :  કલોલના પલસાણા રોડ ઉપરથી બે યુવકો બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા પોલીસની તપાસમાં આ બંને જણા ચોરીનું બાઈક લઈને નીકળ્યા હતા અને તેમણે અન્ય બાઇક ચોરીની ઘટનાઓને પણ અંજામ આપ્યો હતો પોલીસે તેમને પોલીસ મથકે લાવીને પૂછતાછ  કરતા બંને તસ્કરોએ ત્રણ બાઈક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે તેમની પાસેથી ચોરીના ત્રણ બાઇક જપ્ત કર્યા હતા. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે પલસાણા તરફથી બે યુવકો ચોરીનું બાઈક લઈને નીકળ્યા છે જેના આધારે પોલીસે વોચ ગોઠવીને તેમને ઝડપી લીધા હતા પોલીસે બાઈક બાબતે પૂછતા જ હાથ કરતા તેઓ યોગ્ય જવાબ આપતા નહોતા જેથી પોલીસ મથકે લાવીને તેમની પૂછતા જ કરવામાં આવતા તેમણે બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી પોલીસે બાઈકની ચોરી કરનાર કેતન નકા ભાઈ જીંજાળા રહે અભિષેક હોમ્સ પંચવટી વિસ્તાર કલોલ મૂળ રહે ઓથા તાલુકો મહુવા અને સાગર બાબુભાઈ લાડુમોર રહે લીમડી જિલ્લો સુરેન્દ્રનગર ની ધરપકડ કરી હતી પોલીસની પૂછતાછમાં એમણે અન્ય બે બાઈક ચોરી કરવાની પણ કબુલાત કરી હતી તેઓએ કલોલના અભિષેક હોમ્સ અને ગાર્ડન સિટી ખાતેથી બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેના આધારે પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો અને ચોરીના બાઈક જપ્ત કર્યા હતા પોલીસે બંનેને જેલના સળિયા પાછળ ધકેલીને કાર્યવાહી હાથ કરી છે.