Get The App

પીપળવા જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ગિરફ્તાર

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
પીપળવા જવાના રસ્તા પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ગિરફ્તાર 1 - image

- પોલીસે કારનો પીછો કરી ઝડપી લીધા

- પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી રૂ. 8.29 લાખની મુદામાલ કબ્જે લીધો 

ભાવનગર : ગારીયાધાર પાંચટોપરાથી પીપળવા ગામ તરફ જતા રસ્તા પરથી પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ ગારીયાધાર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇંગ્લીશ દારૂનો જથ્થો કાર નંબર જીજે-૦૫-જેયું-૪૪૫૦ ની આવે છે.જે બાતમીના આધારે વોચ ગોઠવી સામેથી આવી રહેલી કારને અટકાવવાનો પ્રયાસ કરતા પરંતુ કાર ચાલક કાર ઉભી રાખેલ નહી અને ગારીયાધાર રોડ તરફ ભગાડી દીધી હતી. તુરત પોલીસ સ્ટાફ અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી ઉપરોકત કારનો પીછો કરતા કાર માનગઢ, ચોમલ, પરવડી તથા ગારીયાધાર પાંચટોપરાથી પીપળવા ગામ તરફ જતા રસ્તે આવેલ ઇન્ડીયન ઓઇલના પેટ્રોલપંપની સામે રોડ ઉપર કારને ઓવરટેક કરી ઉભી રાખવી હતી.કારની અંદર તલાશી લેતા વિદેશી દારૂની ૧૦૦૮ બોટલ રૂ.૩,૧૪,૪૯૬ નો મળી આવતા પોલીસે વૃંદ મનીષભાઇ ઝાલાવડીયા ( રહે. મોટા વરાછા  સુરત શહેર મુળ રહે. વાવ પ્લોટ ગારીયાધાર જી.ભાવનગર ) ,અક્ષય ગોરધનભાઇ કોસીયા  ( રહે.સરીતા સાગર સોસાયટી, પ્લોટ નં.૩૨ ચીકુવાડી વરાછા રોડ સુરત મુળ રહે. જાળીયા (લીમડા જાળીયા ) તા, ઉમરાળા ) ને દારૂ,મોબાઈલ,કાર મળી રૂ.૮,૨૯,૪૯૬ સાથે ધરપકડ કરી કુલ પાંચ ઈસમો વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દારૂનો જથ્થો દમણથી પાલીતાણા આવતો હતો

વૃંદ મનીષભાઈ ઝાલાવડીયા, અક્ષયભાઈ ગોરધનભાઈ કોસીયાએ આ દારૂનો જથ્થો દમણ ખાતેથી સંજય રાજુભાઈ મકવાણાના કહેવાથી મનીષ કુશવાહા નામના શખ્સે દમણથી ભરી આપ્યો હતો અને પ્રહલાદ ઉર્ફે નન્નો પ્રેમજીભાઈ ગોહિલ પાલીતાણા વાળને આપવાનો હતો.