ભાવનગરમાં 61.34 ગ્રામ ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા
- ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
- લોકલ ક્રાઈમ બ્રાંચે ગાંજાનો જથ્થો, બે મોબાઇલ, રોકડ, ડિજિટલ વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે લીધો
લોકલ ક્રાઈમબ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે, અગાઉ નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલ રવિ ઉર્ફે શેરો નટુભાઇ બારૈયા (રહે. સાંઈઠફળી ચોકમાં, કરચલીયા પરા, ભાવનગર) તેના મિત્ર જગદિશ દુર્લભજીભાઇ વાઘેલા (રહે. બબલીનો ડેલો, દાંતીયાવાળી શેરી, મામાના ઓટલા સામે, ભાવનગર)ના ઘરે ગાંજો રાખી, ગાંજાનું છુટકમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રહેણાંકના મકાનમાં તલાશી લેતા ઓરડીમાંથી વનસ્પતિજન્ય સુકો ગાંજો વજન ૬૧.૩૪ ગ્રામ રૂ.૬૧૩.૪૦ તથા મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫,૫૦૦ તથા ડીજીટલ વજકાંટો કિ.રૂ.૨૦૦ તથા રોકડા રૂ.૫૦૦ તથા કંતાનની થેલી-૧ તથા આધાર કાર્ડ મળી કુલ રૂપિયા ૬,૮૧૩.૪૦ના મુદ્દામાલ સાથે બન્ને શખ્સની ધરપકડ કરી તેના વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.