Get The App

રામપરડા-વગડીયા રોડ પરથી બે ઓવરલોડ ડમ્પરો ઝડપાયા

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
રામપરડા-વગડીયા રોડ પરથી બે ઓવરલોડ ડમ્પરો ઝડપાયા 1 - image


સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે મુળી તાલુકામાં કાર્યવાહી હાથ ધરી રામપરડા-વગડીયા રોડ પરથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનીજ સંપત્તિનું વહન કરતા બે ડમ્પરને ઝડપી લીધા હતા અને અંદાજે રૃ.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલો તમામ મુદામાલ ખાણ ખનિજ વિભાગની કચેરીમાં સીઝ કરવામાં આવ્યો હતો અને ગેરકાયદે ખનીજ સંપત્તિનું ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :