જામનગરમાં તળાવના ઢાળીયાથી પ્રદર્શન મેદાન અને દિગ્વિજય પ્લોટવાળા બે નવા રોડ ગઈ રાત્રે ખુલ્લા મુકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરને લગભગ 22 વર્ષથી મંજુર થયેલો રસ્તો યેનકેન પ્રકારે આકાર પામ્યો ન હતો, પરંતુ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આ મહત્વના પ્રોજેકટને હાથ ઉપર લઇને સાતરસ્તા સુધી પહોંચી શકાય તેવો સાતમો રસ્તો ઝડપથી બનાવવા નિર્ધાર કર્યો છે.
આ ઉપરાંત તળાવની પાળ ગેઇટ નં.1 જૂની ખડપીઠ મેદાનથી જુની આરટીઓ ઓફીસ સુધી લગભગ 1 કિ.મી.ની લંબાઇવાળો રસ્તો પણ તેની સાથે જ ફોરલેન રોડ ગઇકાલે રાત્રે 9.00 વાગ્યે ખુલ્લો મૂકાયો હતો, અને જુની આરટીઓ ઓફીસ થી જંગલેશ્ર્વર મહાદેવ મંદિર સુધીનો રોડ પણ ખુલ્લો મૂકાયો છે.
આ બન્ને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો અને રોડ ડિવાઈડરો પણ મુકાઇ ચુક્યા છે. જ્યારે ફૂટપાથ સહિતનું નિર્માણ કાર્ય પણ હાથ ધરી લેવાયું છે. નગરના બંને નવા સીસી રોડની ભેટ મળી ગઈ હોવાથી ઉપરોક્ત વિસ્તાર માટેનો ટ્રાફિક ઘણો હળવો થઈ જશે, અને લોકોને ત્યાંથી અવરજવર કરવી પણ સહેલી બની જશે.








