Get The App

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ 1 - image

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની મિલક્તવેરા શાખાની ટીમ દ્વારા હાથ ધરાયેલી બાકી રહેતો મિલકતવેરો વસુલવાની તેમજ બાકીદારોની મિલકતો સીલ કરવાની કડક ઝુંબેશમાં ગઈકાલે શુક્રવારે વધુ બે મિલકતો સીલ કરવામાં આવી છે, અને અત્યાર સુધીમાં 50 જેટલી મિલકતો છેલ્લા મહિનાઓમાં સીલ કરવામાં આવી છે. આ તંત્રની આ કામગીરીથી વેરો ન ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફેબ્રુઆરી માસમાં વેરો ન ભરનાર 1792 જેટલા આસામીઓને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જામનગર મહાનગરપાલિકાના મિલકતવેરા શાખાની રીકવરી ટીમ દ્વારા બાકીદારો પાસેથી મિલક્તવેરાની વસુલાત માટે આકરી કામગીરી કરવામાં આવી રહી છે. અને નોટિસ ઉપરાંત મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રીકવરી ટીમના ટેક્સ ઓફીસર તેમજ તેમની ટીમે બાકીદારો પાસેથી મિલક્તવેરાની કડક ઉઘરાણી કરી હતી, અને દરેડના ઉદ્યોગનગર વિસ્તારમાં રૂ.3,75,512 ના બાકી વેરામાં મહાકાલી બ્રાસ તેમજ રૂ.1,54,623 ના બાકી વેરામાં ફેસ-2 નો એક પ્લોટ સીલ કરવામાં આવ્યો છે.