Gujarat

બોરસદના ગૌવંશની કતલના ગુનામાં વધુ બે શખ્સોની ધરપકડ

By GS TEAM
20 Jul 20251 min read
બોરસદના ગૌવંશની કતલના ગુનામાં વધુ બે શખ્સોની ધરપકડ

- પકડાયેલો એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ, અગાઉ ત્રણ ગુના નોંધાયા હતા

આણંદ : બોરસદ ખાતે ગૌવંશની કતલના ગુનામાં સંડોવાયેલા વધુ બે શખ્સોને બોરસદ શહેર પોલીસે ઝડપી પાડયા હતા અને બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. 

થોડા સમય પૂર્વે બોરસદ શહેર પોલીસ મથકે ગૌવંશની કતલ અંગે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને બોરસદ શહેર પોલીસે ઝડપી પાડયા હતા ગૌવંશની કતલ કરનાર ઈકબાલ ઉર્ફે ઈબલી સિકંદર ભાઈ કુરેશી (રહે બોરસદ રબારી ચકલા) અને મહંમદ સકલેન ઉર્ફે કાળીયો મહંમદ આરીફ કુરેશી (રહે બોરસદ હુસેની ચોક)ને પોલીસે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર ખાતેથી ઝડપી પાડયા હતા. પકડાયેલા ઈકબાલ ઉર્ફે ઈબલી કુરેશી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૪ માં તેના વિરુદ્ધ બોરસદ શહેર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં તેની અટકાયત કરવામાં આવી હતી. ૨૦૨૨ માં રાયોટિગના ગુનામાં પણ તે પકડાયો હતો.