Get The App

જામનગરની વધુ બે પરિણીતાઓને તેણીના સાસરિયાઓનો ત્રાસ : મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ

Updated: Oct 16th, 2024

GS TEAM

Google News
Google News

Jamnagar : જામનગરમાં રહેતી બે પરિણીતાઓને તેણીના સાસરિયા પક્ષના સભ્યોએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 જામનગરમાં સંકટ ટેકરી વિસ્તારમાં રહેતી પૂજાબેન કિર્તીભાઈ ગલોરીયા નામની પરિણીતાએ દહેજના કારણે પોતાને મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના સાસરીયાઓ પતિ કિર્તીભાઈ નંદાભાઇ ગલોરીયા, સાસુ મીનાબેન નંદાભાઈ ગલોરીયા, સસરા નંદાભાઇ મોહનભાઈ ગલોરીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

 આ ઉપરાંત જામનગરમાં હરિયા કોલેજ પાસે રહેતી ખુશ્બુબેન સાગરભાઇ ઘામી નામની 33 વર્ષની પરિણીતાએ પોતાને મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ સાગર મનસુખભાઈ ઘામી, સાસુ ચંદ્રિકાબેન મનસુખભાઈ, દિયર ધવલ મનસુખભાઈ, અને દેરાણી મોનિકાબેન ધવલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.