કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ
Vadodara Accident : વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં હીટે એન્ડ રનના બનેલા બનાવ પછી પણ હજી અકસ્માતના બનાવોની પરંપરા ચાલુ રહી છે.
કલાલી વિસ્તારમાં ગઈ રાત્રે એક કાર ચાલક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકને ઈજા થઈ હતી. સ્પીડ બ્રેકર હોવા છતાં અકસ્માતનું બનાવ બનતા બંને વાહનોને નુકસાન થયું હતું ઇજાગ્રસ્તને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
આવી જ રીતે કમાટીબાગ રોડ પર પણ ઉસ્માન ગની શેખ નામના બાઈક ચાલકને અડફેટમાં લઈ કાળા રંગની કાર ફૂલ સ્પીડે ફરાર થઈ જતા સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.