Gujarat

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા

By GS TEAM
11 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે જારી રાખવામાં આવેલી ઝુંબેશ દરમિયાન વધુ બે કેસ કરવામાં આવ્યા છે. જેથી એક મહિનામાં ડ્રગ્સના કેસોની સંખ્યા 25 જેટલી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા

વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે જારી રાખવામાં આવેલી ઝુંબેશ દરમિયાન વધુ બે કેસ કરવામાં આવ્યા છે. જેથી એક મહિનામાં ડ્રગ્સના કેસોની સંખ્યા 25 જેટલી થઈ છે.

સન ફાર્મા રોડ પર કેન્સર હોસ્પિટલ નજીક ગ્રાઉન્ડમાં એક વ્યક્તિ ગાંજા સાથે હાજર હોવાની વિગતો મળતા જેપી રોડ પોલીસે વોચ રાખી પાલેજના અફઝલ ઈમ્તિયાઝ બેગ ને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્કૂટરમાંથી 5700ની કિંમતનો 115 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ ગાંજો આમોદ રોડ પરથી કોઈ કેરિયર પાસે લીધો હોવાની માહિતી ખુલી છે.

આવી જ રીતે રણોલીની કાળી તલાવડી નજીક રહેતા વિજય વાઘેલા ના મકાનમાં પોલીસે દરોડો પાડતા રૂ 2000 ની કિંમત નો 38 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તેનો મોબાઇલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.