Get The App

પ્રેમલગ્નનું મનદુઃખ રાથી યુવક પર સાળા સહિત બે શખ્સનો હુમલો

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમલગ્નનું મનદુઃખ રાથી યુવક પર સાળા સહિત બે શખ્સનો હુમલો 1 - image

સુરેન્દ્રનગરમાં બહુચર હોટલ પાસેની ઘટના

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરમાં બહુચર હોટલ પાસે પ્રેમ લગ્નનું મનદુઃખ રાખી યુવક પર સાળા સહિતના બે સખ્સોએ ધોકા અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે બે શખ્સો સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણના અધેલી ગામે રહેતા વિશાલભાઈ ધનજીભાઈ સોલગામાએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. તેનું મનદુઃખ રાખી ફરીયાદી પોતાના બાઇક પર સુરેન્દ્રનગરથી અઘેલી જઈ રહ્યા હતા ત્યારે બહુચર હોટલ પાસે આવેલ જે.પી.શેરી નંબર ૦૧ નજીક બે શખ્સોએ રિક્ષા આડી ઊભી રાખી ફરિયાદીને ગાળો આપી લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે મારમારી હાથે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે વિશાલભાઈએ એ-ડિવિઝન પોલીસ મથકે (૧) રવિ કિશોરભાઈ દેત્રોજા (સાળો) અને (૨) અજય ભૂપતભાઈ દેત્રોજા, (બંને રહે.ખમીસાણા) સામે મારમારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.